My Dream World

Subtitle

 

સંઘર્ષએક આશીર્વાદ

એક માણસ એક કોશેટો ઘેર લઇ આવ્યો.કોશેટામાંથી પતંગિયુ કેમ બને છે તે એને જોવું હતું.એક દિવસ તેને કોશેટામાં નાનું છિદ્ર દેખાયું.એ છિદ્રમાંથી પતંગિયું પોતાના શરીર ને બહાર લાવવા આકરો સંઘર્ષ કરી રહ્યું હતું.

ઘણીવાર સુધી પતંગિયાની મહેનત જોઇની માણસ ને લાગ્યું કે પતંગિયું કોશેટાની કેદમાંથી કદી મુક્ત નહીં થઇ શકે.તેથી તેને મદદ કરવાની ભાવનાથી તેણે ઉભા થઇ ને કાતર વડે કોશેટાના બાકી ના આવરણ હળવેથી કાપી નાખ્યા.
પતંગિયુ તો બહાર આવી ગયું.પણ તેનું શરીર એકદમ નબળુ અને ક્ષીણ હતું.તેની પાંખો ચીમળાયેલી હતી.તે પોતાના નબળા,ક્ષીણ શરીર અને ચીમળાયેલી પાંખો સાથે જમીન પર ફક્ત ઢસડાયા કરે છે.અને ક્યારેય ઉડી શકતું નથી. પેલો માણસ દયા ખાવાની ઉતાવળમાં સમજ્યો નહીં કે નાનકડા છિદ્ર દ્વારા બહાર આવવા માટે પંતંગિયા સંઘર્ષ કરવો જરૂરી હતો.
આઝાદી અને ઉડ્ડયન  સંઘર્ષ,અવરોધ વિના પ્રાપ્ત થઇ શકે ખરા?

 

Contact Me